બાળકોને એમની રીતે વિચારવાની આઝાદી આપો
છઠ્ઠા ધોરણમાં હિંદી ભણાવતા અમારા ટીચરે અમને 'આળસ' વિશે નિબંધ લખવા માટે કહ્યું. નિબંધ ૩૦૦ શબ્દોમાં જ લખવાનો હતો.મોટા ભાગે દરેક કલાસમાં એક આઇન્સ્ટાઇન હોય છે, જે તેની ઉમર અને સમયથી આગળ ચાલે છે. અમારા કલાસમાં પણ એક હતો. તેણે જે નિબંધ લખ્યો તે ૩૦૦ શબ્દોથી ઓછો હતો છતાં ટીચરને તેનો નિબંધ પસંદ ન આવ્યો. તેને ત્રણ કલાક સુધી કલાસની બહાર ઊભો રાખવામાં આવ્યો. તેણે લખ્યું હતું, 'હું નિબંધ નથી લખી રહ્યો. આ આળસ નથી તો શું છે?' તે નિયમના હિસાબે ચાલ્યો. હવે તમે જ જણાવો કે તેનો નિબંધ કેવી રીતે ખોટો હતો?
ચાલો, એક બીજી તસવીર પર ઘ્યાન આપીએ. વલ્ર્ડ ઇન્ટેલિજન્ટ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના હાલના રિપોટર્ અનુસાર અમેરિકાએ ૪૫,૦૦૦, જાપાને ૩૦,૦૦૦, જર્મનીએ ૧૬,૦૦૦, ચીને અંદાજે ૮૦૦૦ પેટન્ટ્સ ફાઇલ કરી છે. આપણે ત્યાંથી સૌથી વધારે એન્જિનિયર્સ અને સાયન્સ ગ્રેજ્યુએટ નીકળે છે, તેમ છતાં 'ઇનોવેશન' જેવી બાબતોમાં આપણે ખૂબ પાછળ છીએ. આપણે સર્જનાત્મક વિચારોની છૂટ નથી આપતા. ટીચર માટે નિબંધ લાંબો હોવો જોઈએ. જોકે તે લાંબો ન થાય તે માટે મર્યાદા પણ નક્કી કરી. પરંતુ તેમણે એ શકયતાની જગ્યા જ ન રાખી કે લાંબા નિબંધને એક લીટીમાં પણ કહી શકાય છે. આખરે આ જ તો સર્જનાત્મકતા છે.
માત્ર કાર્યાલયોમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક વ્યવસ્થામાં પણ આપણે પદાનુક્રમના આધારે કામ કરીએ છીએ. આપણા મહાવિધાલયોનાં નામ જોશો તો જણાશે કે તેનાં નામ-... સાયન્સ, કોમર્સ એન્ડ આટ્ર્સ કોલેજ હોય છે. આખરે સાયન્સને પહેલું શા માટે રાખવામાં આવે છે? આટ્ર્સ પહેલા કે બીજા નંબરે કેમ ન હોઈ શકે? આપણે તર્ક-વિતર્કને વધુ મહત્ત્વ આપીએ છીએ. તર્ક ત્યારે જ આપી શકાય, જ્યારે તમારી પાસે કોઈ વૈજ્ઞાનિક સાબિતી કે આધાર હોય. આ જ કારણે આપણે ઉપરોકત ઉદાહરણના સંદર્ભમાં સજાને એ આધારે યોગ્ય ઠેરવીએ છીએ કે 'નિબંધનો મતલબ છે લાંબી સ્ટોરી. વિધાર્થી કોઈ લાંબી સ્ટોરી લખ્યા વિના પોતાની વાત ન કહી શકે. જો એક લાઇનમાં જ આખી વાત કહી દેવામાં આવે તો પછી તે નિબંધ નથી. બાળકોને તે હિસાબે જ વિચારવા દો, જે રીતે તેઓ વિચારવા માગે છે.
ફંડા એ છે કે બાળકો પર કયારેય વર્ષોથી ચાલી આવતી રૂઢ પરંપરા ઢોકી બેસાડવાની કોશિશ ન કરો. તેમને ઉન્મુક્ત રીતે વિચારવાની આઝાદી આપશો તો આવનારી પેઢી માટે નિબંધની પરિભાષા અલગ પણ હોઈ શકે છે.
ફંડા એ છે કે બાળકો પર કયારેય વર્ષોથી ચાલી આવતી રૂઢ પરંપરા ઢોકી બેસાડવાની કોશિશ ન કરો. તેમને ઉન્મુક્ત રીતે વિચારવાની આઝાદી આપશો તો આવનારી પેઢી માટે નિબંધની પરિભાષા અલગ પણ હોઈ શકે છે.
Posted by
Ravi Parekh,
CRC Gamdi, Dascroi, A'bad