માત્ર કાયદાથી નહીં ચાલે, ખરેખર ભાર વગરનું ભણતર ઉપલબ્ધ કરવું પડશે
ભારતના બંધારણમાં નાગરિકને અપાયેલા મૂળભૂત અધિકારોમાં શિક્ષણ મેળવવાના અધિકારનો અત્યાર સુધી માત્ર સમાવેશ થતો હતો, તેનો અમલ કદી થયો ન હતો. વર્તમાન સરકારે શિક્ષણને શિક્ષણના મૂળભૂત અધિકારની વિભાવના, ગંભીરતા અને અનિવાર્યતા પારખીને ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરતો બંધારણીય સુધારો કર્યો છે.
પરિણામે દેશનાં લાખો વંચિત-પછાત બાળકોની જિંદગીમાં જ્ઞાનના પરોઢનો નવો ઉજાસ હવે રેલાશે. દેશમાં કુલ ૨૨ કરોડ બાળકો પૈકીના ૯૨ લાખ બાળકો શાળાએ જતાં નથી એવું સરકારી આંકડા કહે છે. એટલે આ ૯૨ લાખને હવે શિક્ષણ ઉપલબ્ધ બનશે એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો છે. શિક્ષણની ખરી જરૂર સંપન્ન વર્ગનાં નહીં, વંચિતોનાં બાળકોને છે. એટલે સરકારનું આ કદમ નવી પેઢીને ઉગારનારું બનશે. પરંતુ સરકારની ખરી કસોટી હવે થશે. આ કાયદાના અમલની જવાબદારી રાજ્ય સરકારોને માથે નાખી દેવાથી કે ૨૫ હજાર કરોડની ફાળવણી કરવાથી કંઈ સાર્થકતા મળવાની નથી. એના માટે આખું તંત્ર તૈયાર કરવું પડશે. ભાર વગરનું ભણતર ઉપલબ્ધ કરવું પડશે.
સુવિધાયુક્ત શાળાઓ, યોગ્ય શિક્ષકો, સક્ષમ અભ્યાસક્રમ ઉપરાંત વાજબી શિક્ષણેત્તર ખર્ચની જોગવાઈ કરવાની જવાબદારીમાંથી કેન્દ્ર કે રાજ્યની સરકારો છટકી શકશે નહીં. ખરી કસોટી તો હવે શરૂ થશે. દરેક બાળક શાળાએ જાય એટલું પૂરતું નથી. એને જરૂરી શિક્ષણ આપવું જોઈશે એ માટે હાલનો અભ્યાસક્રમ પણ સુધારવો પડશે. પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ સુધારી તેને વધુ અધતન બનાવવી પડશે.વળી શિક્ષણ ટયુશનકેન્દ્રી ન બની જાય એ પણ જોવું પડશે.
ઉપરાંત ભણતરની પળોજણમાં બાળકો બાળપણ ન ખોઈ બેસે એનો વિવેક પણ જાળવવો જોઈશે. જે વર્ગને માટે આ કાયદો ઉપયોગી બનવાનો છે તે વર્ગનાં બાળકો નાની વયે મજૂરી કરતાં અટકે એ માટે સરકારે પણ પ્રર્વૃત્ત થવું પડશે. સરકારી તંત્રનું ગજું ફરજિયાત શિક્ષણનો અમલ કરવાનું નથી. ખાનગી શિક્ષણ સંસ્થાઓએ પણ તેમાં સહભાગી બનવું પડશે.
ફરજિયાત શિક્ષણની અનિવાર્યતા સરકારને ભલે મોડે-મોડે સમજાઈ પરંતુ હવે આ જોગવાઈની ખરી સાર્થકતા જો હાંસલ નહીં થાય તો એ માત્ર પોથીમાંના રીંગણાં જેવી બની રહેશે.

1 comment:
if the facts don't fit the theory change the facts.
Post a Comment