ક્ષમતાઓની ધાર કાઢતાં રહો
સચિન તેંડુલકર જેવા ધુરંધર ક્રિકેટરને એવું શીખવવાની જરૂર નથી હોતી કે પાકિસ્તાની ઝડપી બોલરોનો મુકાબલો કેવી રીતે કરવો જોઈએ? જોકે, રમત સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ક્રિકેટની વિવિધ બાજુઓ અંગે તેમને સમયાંતરે કોચિંગ આપવું જોઈએ સાથે સાથે સચિને પણ અભ્યાસ માટે સમય ફાળવવો જોઈએ.
પ્રતિષ્ઠિત કોર્પોરેટ ગૃહોના ઉચ્ચ સ્તરના ટ્રેનર્સનું માનવું છે કે આ વાત કોર્પોરેટ ક્ષેત્રે પણ લાગુ પડે છે. દુનિયાભરની સફળ સંસ્થાઓએ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓના સંપૂર્ણ વિકાસ માટે તાલીમને અનિવાર્ય બનાવી છે.
તમે દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓને પૂછશો કે તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલા કોચિંગ કાર્યક્રમોમાં ભાગ લીધો છે, તો તેમનો જવાબ આશ્ચર્યચકિત કરનારો હશે. મોટા ભાગના લોકોનો જવાબ 'એક પણ નહીં' હશે!
એક્ઝિક્યુટિવનું કોચિંગ એક ઉચ્ચ સ્તરનો અને ગોપનીય કાર્યક્રમ હોય છે, જે તેમને પોતાની ક્ષમતા અને પ્રતિભાને નિખારવામાં મદદ કરે છે. કોચ તેમને ચીલાથી અલગ વિચારવા, તેના પર અમલ કરવા અને અપેક્ષિત પરિણામ કે લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મોટા ભાગે કોચ સંસ્થાની બહારના હોય છે, જેમની સાથે કર્મચારી કે અધિકારીની બહુ ઓછી વાતચીત થતી હોય છે.
તેનો ઉદ્દેશ્ય જવાબદારીઓ માટે તેમનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો તો હોય છે જ, સાથે ભવિષ્યના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તેની તાલીમ પણ આપવાનો છે. યોગ્ય પગલાં ભરવાં, પ્રદર્શનમાં સુધારો કરવો, વ્યક્તિગત વિકાસ અને સંસ્થા માટે લક્ષ્ય હાંસલ કરવા - આ પ્રકારના કોચિંગથી ખૂબ મદદ મળે છે.
હાલમાં જ થયેલા એક સર્વેક્ષણ અનુસાર દેશની કંપનીઓના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લાં દસ વર્ષમાં પોતાના પ્રદર્શન અને ક્ષમતામાં સુધારો લાવવા માટે કોઈ તાલીમ નથી લીધી. ફંડા એ છે કે આધુનિક સમયની જરૂરિયાત છે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષના અંતરે પોતાની ક્ષમતા અને પ્રતિભા નિખારવા માટે કોઈ તાલીમ કાર્યક્રમમાં ભાગ લો. તમારી ક્ષમતાઓ, તમારી આવડત બુઠ્ઠી ન થઈ જાય તે માટે તેની 'ધાર' કાઢતાં રહો.
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
1 comment:
right dear...samayantare kshamata-o ne sudharta rahevu jaruri chhe. training pan jaruri chhe. jethi vikasata samaj sathe tal milavi shakay. ane shikshak- e- to khas navi paddhati-prayukti thi update thata rahevu padshe, nahi to ek divas students teacher ne guide karshe... so..
Post a Comment