તમારાં બાળકોને જિજ્ઞાસુ બનાવો
જો આપણે બાળકો સાથે શાંતિથી વાત કરીએ તો તેઓ ઝડપથી શીખે છે. તમે એ જોયું હશે કે કેટલીક વ્યક્તિઓ કોઈ ખાસ કામ તેઓ શા માટે કરી રહ્યા છે એ જાણ્યા વગર કરતા જ રહે છે. આવું એટલા માટે થતું હોય છે કેમકે બાળપણમાં તેમણે કેટલાક સવાલ પૂછ્યા નથી હોતા.
જો પૂછ્યા હશે તો તેમને સંતોષજનક જવાબ મળ્યો નહીં હોય. તેમને વધુ સવાલ ન પૂછવા ચેતવણી આપવામાં આવી હશે કે પછી ચૂપ રહેવાનું જણાવાયું હશે કે એમ કહેવાયું હશે કે જેટલું કહ્યું છે તેટલું કરો. વાલીઓ માટે એ જરૂરી છે કે તે બાળકોના દરેક સવાલનો જવાબ આપે. જો જવાબ ના હોય તો તેમણે બાળકોને એવું કહેવું જોઈએ કે તેમનો સવાલ વાજબી છે અને તેઓ ટૂંક સમયમાં જ તેનો જવાબ આપશે. આ પદ્ધતિ બાળકોને શોધ કરવા માટે પ્રેરણા આપે છે અને તેનાથી વાલીઓ અને બાળકો વચ્ચે વાતચીતનું વાતાવરણ જળવાઈ રહે છે.
વાલીઓ પાસે દરેક સવાલોના જવાબ હોય એ જરૂરી નથી, પરંતુ વર્તમાન જિજ્ઞાસુ પેઢી માટે તેમણે એવા સવાલોના જવાબ શોધવા જોઈએ. જ્યારે બાળકોને સવાલ પૂછવા અંગે હતોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આપણને જોવા મળે છે કે ધીમે-ધીમે સવાલ પૂછવાનું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકો કયાં તો રેડીમેડ જવાબ શોધવા લાગે છે કે પછી જેવું તેમને કહેવાયું હોય કે તેમને જે દેખાતું હોય તેના અનુસાર કામ કરવા લાગે છે. બાળકોને નાની ઉમરથી જ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો.
તેમના સવાલોનો જવાબ આપતા સમયે તમારા શબ્દો અને વલણ ઠરેલું હોવું જોઈએ. તેને બાળક સમજીને ફોસલાવાનો પ્રયાસ કરવો નહીં. બાળકોને તેમની ઉમરના હિસાબે માહિતી મેળવવાનો અધિકાર છે. પોતાના જ્ઞાનના અનુસાર દલીલ સહિત જવાબ આપવાનો પ્રયાસ કરવો. જો જવાબની ખબર ન હોય તો એ બતાવતા ખચકાવું નહીં અને સાથે મળીને સાચો જવાબ શોધવાનો પ્રયાસ કરવો.જવાબ જાણવાની પ્રક્રિયામાં બાળક પોતાનો દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ કરી શકે છે. તેના માટે તેને પ્રેરણા આપવી જોઈએ. તેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે તેની વાતને સારી રીતે સમજી છે કે નહીં.
જ્યારે આપણે બાળકોને તેમનો દ્રષ્ટિકોણ વ્યકત કરવાની છૂટ આપીએ છીએ ત્યારે આ રીતે આપણે તેમને પ્રેકિટકલ ક્રિટિકલ થિકિંગ પણ શીખવા આપીએ છીએ, જે તેમના વિકાસની દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે. ફંડા એ છે કે જિજ્ઞાસુ હોવાનો માણસનો સ્વભાવ છે અને સવાલ પૂછવો શીખવાની મૂળભૂત આવશ્યકતા છે. વર્તમાન જિજ્ઞાસુ પેઢી માટે વાલીઓએ એવો જવાબ શોધવો જોઈએ જે તથ્યોથી ભરેલો અને સંતોષકારક હોય.
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
1 comment:
tuff work yaar...
Post a Comment