બાળકો ખુશખુશાલ રહેવા જોઈએઆખી જિંદગી બાળપણની પળો ભૂલી શકાતી નથી, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં એવા કરોડો બાળકો છે, જે કયારેય શાળામાં જઈ શકયા નથી અને કાળી મજૂરી કરવા મજબૂર છે. મારા શાળાના દિવસો મારી જિંદગીના સૌથી યાદગાર દિવસો હતા. તમારામાંથી પણ ઘણાંબધાં માટે આવું જ હશે. દરેક બાળકમાં શાળાના સમયકાળ દરમિયાન શીખવાની જિજ્ઞાસા હોય છે, મિત્રતાનો રોમાંચ અને વર્ગખંડનું વાતાવરણ આનંદદાયી હોય છે. આખી જિંદગી પોતાના જીવનની આ આનંદની ભરપૂર પળો ભૂલી શકાતી નથી, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં એવા કરોડો બાળકો છે, જે કયારેય શાળામાં જઈ શકયા નથી. આવાં વંચિત બાળકો દરરોજ આપણા ઘરોમાં, હોટલોમાં અને ઢાબાઓમાં ગુલામની જેમ કાળી મજૂરી કરે છે. આ 'બાળમજૂરીની સમસ્યા' વિશે હું નાનપણથી જ સાંભળતો આવ્યો છું, પરંતુ મુશ્કેલી એ છે કે આજે પણ આ બાબત પર માત્ર ચર્ચાઓ જ થાય છે. શું આપણે આ દૂષણ હટાવવા માટે કશું જ નથી કરી શકવાના? એક કહેવત છે, 'જયાં સુધી ચોર પોતે જ ચોરી કરવાનું નહિ છોડે, ત્યાં સુધી આપણે ચોરી જેવા અપરાધને નાબૂદ કરી શકતા નથી. આપણે એ સમજવાની જરૂર છે કે આપણા દેશમાંથી બાળમજૂરીનું દૂષણ નાબૂદ કરવું એ આપણા સૌની જવાબદારી છે. આ બાળકોને પણ શાળાએ જવા દો અને એ આનંદદાયક પળોને જીવવા દો, એ પળો જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. આપણે એમને એક તક તો આપીએ, મને વિશ્વાસ છે કે એમનામાંથી જ કેટલાક ભવિષ્યમાં એન્જિનિયર, વિજ્ઞાની, ડોક્ટર જ નહીં પણ એક પ્રભાવશાળી નેતા બનીને આપણને આશ્ચર્યચકિત કરી શકે છે. આપણે બાળમજૂરી દૂર કરીને એક એવું ભારત બનાવીએ જે દુનિયાનું નેતૃત્વ કરી શકે. - |
.
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
No comments:
Post a Comment