શિક્ષણ પણ હાઈટેક કેમ ન હોય?
આધુનિક સમયમાં એજયુકેશન પણ હવે હાઈટેક બની રહ્યું છે. નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલના પાંચમા અને છઠ્ઠા ધોરણનાં બાળકોને આ મહિનાની પહેલી તારીખથી હાઈટેક રીતે શિક્ષણ મળવા લાગ્યું છે. આ સ્કૂલના દરેક ૫૪ કલાસરૂમમાં પરંપરાગત બ્લેકબોર્ડ, ચોક સ્ટિક તેમજ ડસ્ટરના સ્થાને હવે વિશાળ સ્ક્રીન જોવા મળી રહી છે. જોકે ત્યાં ખૂણામાં બ્લેકબોર્ડ હજુ પણ હાજર છે, જેનો ઉપયોગ પાવર કટ કે કોઈ ટેકિનકલ ખામી સર્જાતાં કરી શકાય.
સ્કૂલના પ્રાચાર્ય ફાધર અબ્રાહમ જોસેફનું આ વિશે કહેવું છે કે, 'વિઝ્યૂલ મીડિયા દ્વારા શીખવવું બહુ અસરકારક છે, કારણ કે તેના દ્વારા વિધાર્થીઓ વિવિધ બાબતો અંગે ઝડપથી સમજી શકે છે અને તેમના માટે શીખવું સરળ થઈ જાય છે. જોકે, એ વાત શિક્ષકના વિવેક પર નિર્ભર કરે છે કે તે વિધાર્થીઓને તેમના અભ્યાસક્રમ અને પુસ્તકો સિવાયનું જ્ઞાન કેવી રીતે આપે છે.' આ સ્કૂલ વિધાર્થીઓને ભણાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત કલાસમાં થતી ગતિવિધિઓનું રેકોર્ડિંગ પણ કરે છે, જેથી જરૂર પડે તેને ફરીથી બતાવી શકાય.
શિક્ષકોને આ નવા ગેઝેટ વિશે લગભગ એક મહિના સુધી તાલીમ આપવામાં આવી. આ મહારાષ્ટ્રની પહેલી સ્કૂલ છે, જે સંપૂર્ણ રીતે હાઈટેક થઈ ગઈ છે. વાસ્તવમાં કોઈ વિધાર્થી કયારેક સ્કૂલે ન જઈ શકે કે પછી કલાસ મિસ કરી દે તો તે કલાસમાં ભણાવાયેલ પાઠની સોફટ કોપી લઈને પોતાના કમ્પ્યૂટર પર ચલાવી શકે છે. જો દસ ટકાથી વધુ વિધાર્થીઓ ગેરહાજર હોય તો તેમના માટે વિશેષ કલાસ પણ ચલાવી શકાય અને તેના માટે શિક્ષકે હેરાન પણ નહીં થવું પડે. અત્યાર સુધી શિક્ષક એક કલાસમાં એક જ વિષય ભણાવતા હતા. તેનો કંઈ
રેકોર્ડ પણ નથી કે તેઓ બાળકોને કેવું ભણાવતા હોય છે. કોઈ રેકોર્ડ ન હોવાને કારણે શિક્ષણની ગુણવત્તામાં સુધારાની શકયતા પણ ઘટી જાય છે.ફંડા એ છે કે એજયુકેશનમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. દેશભરમાં શાળાઓને હાઈટેક બનાવવી જોઈએ. તેનાથી શિક્ષણ પ્રક્રિયામાં નિશ્ચિત રીતે સુધારો આવી શકશે.
Ravi Parekh,
CRC co-ordi,,
CRC co-ordi,,
Gamdi, Dascroi- A'bad..
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
2 comments:
Hi
i Cant Belive that this blog is posted by "RAVI PAREKH"...
એક CRC Co.ની જવાબદારીએ તુ આટલો બધો શિક્ષણમય બની જઇશ એવો તો ખ્યાલ પણ ન હતો......
Good Posting
"Education Is Process Of Motivation Of Every Students"
Vote Ma Always 1 option Doesn't Say mate Muk Yaar
Right Answer Of Poll Is "Complete Monitoring"
Some Says the real India is 2 b found in its vilages, othr would like 2 think that india is best repreented by its big cities. i would say that is really 2 b found in its smalls towns if teacher like ravi thn child bcom their own atmosphere.all the best
Post a Comment