સાહેબ, મારે ભીખ નથી માંગવી ભણવું છે..!
ચાર રસ્તા પર કાર ઊભી રાખીએ એટલે તરત જ દોડીને એક બાળક કાચ સાફ કરવા માંડે છે અને પછી કંઇક આપો તેવી કાકલુદી કરે છે. બાઇક ઊભુંુ રાખો એટલે આપણી પાછળ બેઠેલા વ્યકિત સાથે આપણે વાતોમાં મશગુલ હોઇએ ત્યારે બાજુમાં આવીને એક બાળક હાથ ફેલાવે છે અને પેટનો ખાડો પુરવાની આજીજી કરે છે. આપણા હૃદયમાં રામ વસે તો આપણે તેને કંઇક આપીએ છીએ, નહીં તો ધુત્કારીને કાઢી મૂકીએ છીએ. આ બાળકને પણ ભણીગણીને આગળ વધવું છે. પરંતુ તેના આ સ્વપ્નો તેની દયનીય આર્િથક પરિસ્થતિ સાથે અથડાઇને ચકનાચુર થઇ જાય છે.
ભીખ માંગતા અને કચરો વીણતા બાળકોના આવા સ્વપ્નોમાં પ્રાણ પુરવા વસ્ત્રાપુર અંધજન મંડળના નવા કેમ્પસમાં એક દંપતીએ ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવા 'સવેરા' શાળા ચાલુ કરી છે. તેમના આ વિચારને કેટલાક કરુણાહૃદયી સજ્જનોએ વધાવી લીધો અને બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
- ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી શાળા 'સવેરા'નું ઉદ્ઘાટન
આ શાળાને અહીં ચાલુ કરવાનું કારણ આઇઆઇએમ કેમ્પસ આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો ફૂટપાથ પર રહે છે. તેમના બાળકો દિવસે કચરો માંગવાનો કે પછી ભીખ માંગવાનું કામ કરે છે. જોકે તેમને આ કામ ગમતું નથી પરંતુ પરિવારની આર્િથક સ્થિતિને કારણે તેના માતા-પિતા તેમને આવું કામ કરવા મોકલે છે એટલે તેઓ જાય છે. છેલ્લા એક મહિનાથી આ શાળા ચાલુ કરાય છે. શાળા ચાલુ કરાય ત્યારે પ્રાયોગિક ધોરણે ચાલુ કરાય હતી. કારણ કે આ શાળામાં ચાલુ કરવા સામે મોટો પ્રશ્ન હતો સંખ્યા. માતા-પિતાના આગ્રહને કારણે ભીખ માંગવાનો અને કચરો વીણવામાંથી કેટલા લોકો શાળાએ આવશે તે શંકા હતી. એક મહિના સુધી સતત ૨૦થી૩૦ બાળકો દરરોજ શાળાએ આવતા, છેવટે 'સવેરા'ને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લીધો.
સવારથી બપોર સુધી ભીખ માંગવાનું કામ કરતા એક બાળકે કહ્યું હતું કે મારે શિક્ષણ લેવું છે પરંતુ મારા માતા-પિતા મને ભીખ માંગવા મોકલે છે. ઉપરાંત કચરો વીણવા જતી એક કિશોરીએ કહ્યું હતું કે તે શાળાએ જતી હતી પરંતુ કચરો વિણવાની કામગીરીને કારણે નિયમિત શાળાએ જઇ શકતી ન હતી. જેથી શાળામાંથી નામ કાઢી નાખવામાંં આવ્યું હતું.
આ શાળાઓ શરૃ કરવાનો વિચાર કંઇ રીતે આવ્યો તે અંગે નીતાબેન ત્રિવેદીએ કહ્યું કે હું અને મારા હસબન્ડ હરેશ ત્રિવેદીએ એક વખત મારા સેટેલાઇટ વિસ્તારના ફલેટ પરની બાલ્કનીમાં ઊભાં હતાં ત્યારે ત્યાં સામે બની રહેલી બિલ્ડિંગમાં કામ કરતાં મજૂરોના સંતાનોને ભટકતાં જોઇને તેમના બાળકોને શિક્ષણ આપવાની ઇચ્છા થઇ. ત્યારથી બાળકોને શિક્ષણ આપવા સાથે આ કાર્ય શરૃ કર્યું હતું.
અત્યારે શહેરના રિવરફ્રન્ટ પર કામ કરતા મજૂરોના બાળકોને શિક્ષણ આપવાનું પણ ચાલે છે. ઉપરાંત અહીંયા પણ આ શિક્ષણયજ્ઞા ચાલુ કર્યો છે. તેની સરકારી માન્યતા માટે પણ પ્રયાસો ચાલુ છે. જેથી આ બાળકોને આગળ સરકારી શાળામાં અભ્યાસ કરવો હોય તો કરી શકે. હાલ જીઇબીના ઇજનેર દુષ્યંત શાહ, નિવૃત્ત શિક્ષિકા હંસાબેન શાહ, સેપ્ટના વિદ્યાર્થીઓમાં સ્નેહલ અને અન્ય એક મેનેજમેન્ટ કન્સલટન્ટ પણ બાળકોને શિક્ષણ આપવા આવે છે.
ટોવેલ જોઈ ગરીબ બાળકોને આશ્ચર્ય
રસ્તા પર રહેતા પરિવારોનાં બાળકો આ શાળામાંં આવે છે. તેઓ આસપાસમાંથી કેરબા મારફત પીવા અને રસોઇ બનાવવા પુરતું પાણી લાવતાં હોવાથી નાહવાનું પાણી મળતું નથી. જેને કારણે તેઓ દરરોજ નાહતા નથી. સુલભ શૌચાલયમાં નાહવા જાય તો રૃ.૫નો ખર્ચ થાય એટલે તેઓ જઇ શકતાં નથી. શાળામાં પ્રથમ પાઠ તેમને સ્વચ્છતા અને વર્તણુંકનો શીખવાડાય છે. દરરોજ નાહવાનું કહેવાય છે. બાળકો દરરોજ નાહી-ધોઈ શકે એટલે તેમને એક સેવાભાવી બહેને ટુવાલ આપ્યા હતા. પરંતુ આ ટુવાલ જોઇને બાળકોએ કહ્યુંં કે આ શું કહેવાય, ચાદર છે? અર્થાત તેમને એે પણ ખબર નથી કે નહાતી વખતે ટુવાલની પણ જરૃર પડે છે.
શાળાએથી છૂટી સીધા ભીખ માંગવા જતા
છેલ્લા એક મહિનાથી ચાલતી શાળામાં બાળકોને ભીખ ન માંગવાનું કહેવાય છે. પરંતુ પરિવારના આગ્રહ અને નબળી આર્િથક સ્થિતિને કારણે બાળકોને ભીખ માગવી પડે છે. સાંજે પાંચ વાગ્યે ચાલુ થતી શાળા મોડી સાંજે સાત વાગ્યે પૂરી થાય પછી કેટલાક બાળકો છૂટીને સીધા આઇઆઇએમ-એ ચાર રસ્તા પર ભીખ માંગવા ઊભા રહી જાય છે. જોકે આ પ્રવૃત્તિ છોડવવા માટે હજુ સમય લાગશે તેવું શાળામાં સેવા આપતા સેવાભાવીઓનું કહેવું છે.
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
2 comments:
saras ...keep it nice job
અદભુત યાર
શુ તને એવુ નથી લાગતુ કે સરકારશ્રી એ અનામત અને શિશ્યવ્રુત્તી ના ધારા ધોરણો બદલવા જોઇએ ?
Post a Comment